“ગુજરાત બક્ષીપંચ સમાજ” દ્વારા આયોજિત સન્માન સમારોહ નું આ બેનર છે .............આપણ ને એક સવાલ થાય કે શું સરકારી રેકર્ડમાં, ભારતીય બંધારણ ના કોઈ વિભાગ કે આર્ટીકલ માં “બક્ષીપંચ” નામની કોઈ “જાતિ” કે કોઈ “જાતિ સમૂહ” ઉલ્લેખિત છે ખરો .....???
તપાસ કરતા ખ્યાલ આવશે કે... સરકારી રેકર્ડમાં, ભારતીય બંધારણ ના કોઈ વિભાગ કે આર્ટીકલ માં “બક્ષીપંચ” નામની કોઈ “જાતિ” કે કોઈ “જાતિ સમૂહ” નો ઉલ્લેખ નથી
હવે બીજો પ્રશ્ન થાય કે તો પછી ..........આ “બક્ષીપંચ સમાજ” એટલે કયો સમાજ ..........?....અને જયારે સરકારી રેકર્ડમાં, ભારતીય બંધારણ ના કોઈ વિભાગ કે આર્ટીકલ માં “બક્ષીપંચ” નામની કોઈ “જાતિ” કે કોઈ “જાતિ સમૂહ” નો ઉલ્લેખ નથી તો પછી રાજકીય પાર્ટી ના બેનર માં “બક્ષીપંચ સમાજ” એવું કેમ લખાયું છે .........?????
આ પ્રશ્ન નો જવાબ છે કે આ બેનર માં જે “બક્ષીપંચ સમાજ” લખાયું છે તે હકીકત માં સરકારી રેકર્ડમાં તેમજ ભારતીય બંધારણ ની આર્ટીકલ ૩૪૦ માં ઉલ્લેખિત OBC (OTHER BACKWARD CLASS) સમાજ છે ........જેને ગુજરાત માં SEBC અર્થાત SOCIALLY AND ECONOMICALLY BACKWARD CLASS, ગુજરાતી માં કહીએ તો... સામાજિક અને આર્થિક પછાત વર્ગ.....
તો પછી ત્રીજો સવાલ થાય કે આ “બક્ષીપંચ સમાજ” ક્યાંથી આવ્યું ...???
હકીકતે ... “બક્ષીપંચ સમાજ” એ કોઈ સમાજ/જાતિ કે જાતિ સમૂહ નું બંધારણીય નામ નથી પરંતુ બક્ષી અટક વાળા એક નિવૃત જજ ના વડપણ માં 8 ઓગસ્ટ, 1972 ના રોજ નિયુક્ત કરાયેલ એક કમિટી/કમીશન/પંચ કે જેનું કામ હતું એ વર્ગીકરણ કરવાનું કે .... કઈ જાતિઓ ને સામાજિક અને આર્થિક પછાત વર્ગ તરીકે અનામત આપી શકાય.....આ બક્ષી પંચ ના વડા હતા ગુજરાત હાઈકોર્ટ ના નિવૃત જજ અનંતપ્રસાદ રતિલાલ બક્ષી.....જે કમીશન નો રીપોર્ટ આવ્યો 1976 માં અને તેને અમલ કરવવાની શરુઆત 1980 માં માધવસિંહ સોલકી ની સરકારે ૧૮% OBC /SEBC અનામત ની જહેરાત કરી ત્યાર થી થઇ હતી
તો પછી ચોથો સવાલ થાય કે આ સંવિધાનિક શબ્દો OBC સમાજ કે SEBC સમાજ ને બદલે “બક્ષીપંચ સમાજ” કેમ બેનર માં લખતા હશે ........તેનું કારણ એક શબ્દ પ્રત્યે ની સુગ છે તે અંગે નીચે એક ઘટના મૂકી રહ્યો છું......
એક રસપ્રદ બાબત એવી બની કે એક દરજી સમૂદાય ના દીકરી ના એડમીશન ફોર્મ માં તેમના પિતા એ SC શબ્દ ના ખાના માં ટિક કરેલું....પણ તેમની દીકરી એ તેના પિતા ને કહ્યું કે પાપા આપણો જાતિગત સમૂહ OBC /SEBC છે....છતાં તે પિતાજી એ કહ્યું ના આપણે SC માં જ આવતા હોઈશું...જયારે કોલેજ ના એડમિશન વખતે તે દીકરી એ ફોર્મ બતાવ્યું ત્યારે કોલેજ માંથી કહ્યું કે આપની આ ભૂલ છે... આપે OBC /SEBC મા ટિક કરવાનું હતું.......તે દીકરી એ કહ્યું કે હું પણ જાણું છું પણ મારા પિતાજી કહ્યું કે ના આપણે OBC સમૂહ માં નથી આવતા… SC મા આવતા હોઈશું …...કારણ કે આ OBC /SEBC શબ્દ માં BC શબ્દ આવે છે.... આપણે BC નથી...બીજા લોકો છે.... જે BC છે.... આપણે SC હોઈશું કારણ કે તે સારો શબ્દ લાગે છે
આ BC શબ્દ ની સુગ એવી ગજબ ની છે કે જે સંવિધાનિક શબ્દ માં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન થવાનું છે .........તે શબ્દ ફક્ત અને ફક્ત તેમાં BC શબ્દ આવે છે તે માટે ............1985-95 ના દાયકા માં સ્કુલ કોલેજ માં પણ સાંભળવા મળતું કે પેલો કે પેલી તો BC છે ...........
આ BC શબ્દ પ્રત્યે ની કેટલાક લોકો ની સુગ રાજકીય પાર્ટીઓ પણ સારી રીતે જાણે છે આથી તેમણે પણ બંધારણીય શબ્દ ના હોવા છતાં પણ “બક્ષીપંચ સમાજ” જેવો શબ્દ વાપરવો પડે છે..........
(નોધ : ગુગલ માં ઘણુ search કર્યું પણ બક્ષી પંચ નો ઈતિહાસ વિષે કશું જ મળતું નથી ...બક્ષી પંચ દ્વારા કઈ જાતિઓ ને OBC /SEBC અનામત આપી છે તે લીસ્ટ મળે છે ......જજ સાહેબ નું નામ પણ A.R.BAKSHI એટલું જ મળે છે .........આથી ગુજરાત હાઇકોર્ટ ની વેબસાઈટ પર સર્ચ કર્યું ત્યારે આ જજ સાહેબ નું આખું નામ મળ્યું અનંતપ્રસાદ રતિલાલ બક્ષી.....)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો