અભ્યાશ યોજના-
આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી
કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન
અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ કોમર્શીયલ પાયલોટ માટે લાઇસન્સની ટ્રેનીંગન માટે તાલીમ મેળવવા ઇચ્છતા આર્થિક મદદરૂપ થવા Rs.૨૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.
વિધ્યાર્થીઓ ને વિદેશમાં અભ્યાસ માટે લોન
અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા ₹.૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.
અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના
ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકો (એમ.બી.બી.એસ/બી.એસ.એ.એમ/બી.એ.એમ.એસ/ બી.એ.એમ(આર્યુવેદ)/ બી.ડી.એસ(ડેન્ટલ) હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને ) મેળવેલ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યાસાય શરૂ કરવા માટે રૂ.૨,૫૦,૦૦૦/- લાખ લોન ૪ ટકાના દરે અને રૂ.૨૫,૦૦૦/- ની સહાય તથા આ યોજનામાં હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )લોન / સહાય.
અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે.
કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે,વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી -પ્રથમ વર્ષેઃ માસિક ₹.૧૦૦૦/-,બીજા વર્ષેઃ માસિક ₹.૮૦૦/-,ત્રીજા વર્ષેઃ માસિક ₹૬૦૦/- આપવામા આવે છે.
ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકો(એમ.ડી/એમ.એસ)ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે ₹.૩,૦૦,૦૦૦/- લાખ લોન ૪% દરે અને ₹.૫૦,૦૦૦/-ની સહાયઆપવામાં આવે છે.