આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી
વ્યવસાય માટે યોજનાઓ 👈
અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટે વ્યાજ સહાયયોજના
અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે બેન્ક દ્વારા વધુમાં વધુ ₹.૧૦.૦૦ લાખની લોન આપવામાં આવે છે. બેંકેબલ યોજના અંતર્ગત ₹.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે.
અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના
અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.
ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના
સફાઇ કામદાર અને તેમના આશ્રીતો કે જેઓ ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
ડો.આંબેડકર આવાસ યોજના
અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.