આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી
દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના
https://esamajkalyan.gujarat.gov.in/Index.aspx Click Online Application
- દિવ્યાંગ સાધન સહાય યોજના
- ( ૧૦૦ ટકા રાજ્ય સરકાર)
- પાત્રતાના માપદંડ
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ.
- ૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહિ.
સંતસુરદાસ યોજના
- સંત સુરદાસ યોજના. (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
- પાત્રતાના માપદંડ
- ૦ થી ૧૭ વર્ષની ઉમરની વ્યક્તિ
- ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ
- ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનાર તેમજ શહેરી વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યકતિને મળવાપાત્ર છે.
- સહાયનું ધોરણ
- રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.
દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના
- દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર)
- પાત્રતાના માપદંડ
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
- સહાયનું ધોરણ
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.