27.3.23

રાજ્યના વણકરોને OBC કેટેગરીમાં સમાવવા માગ

 રાજ્યના વણકરોને OBC કેટેગરીમાં સમાવવા માગ

વણકરો ગૃહ ઉદ્યોગ ચલાવતા હોવાથી તેમને ગુજરાત સિવાય આખા દેશમાં બક્ષીપંચ જાતિમાં ગણતરી કરવામાં આવે છે તો પછી ગુજરાતમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં કેમ તેવા સવાલ સાથે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર મોકલવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના મંત્રી પ્રવીણ સ્વામીએ જણાવ્યું હતું કે દેશમાં વણકર સમાજ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને તેના માટે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યું છે.વણકર સમાજ ગૃહ ઉદ્યોગ કરીને કાપડ વણવાનું કામ કરતો આવ્યો છે. ગુજરાતમાં વણકર સમાજને અનુસૂચિત જાતિ એટલે કે એસ.સી કેટેગરીમાં ગણવામાં આવે છે. જ્યારે દેશના અન્ય તમામ રાજયોમાં બક્ષીપંચ એટલે કે ઓબીસી કેટેગરીમાં ગણવામાં આવે છે.

પરિસ્થિતિમાં ગુજરાત સરકારે આપેલા અનુસૂચિત જાતિના દાખલાને અન્ય રાજ્યમાં સ્વીકારવામાં આવતા નથી અને અન્ય રાજ્યોના બક્ષીપંચની જાતિના દાખલાને ગુજરાતમાં સ્વીકારાતા નથી. સંજોગોમાં રાજકીય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વણકર સમાજ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

FOR SC-ST